Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠા: વડાલી ગામના યુવકે જાપાનની ફોટોગ્રાફી સ્પર્ધામાં મેળવ્યું ગોલ્ડ મેડલ

Live TV

X
  • કોરોના મહામારીના આગમન બાદ દેશ વિદેશમાં અનેક જગ્યાઓ પર કામ હવે ઓનલાઇન થવા લાગ્યા છે. ગત વર્ષે જાપાનમાં 81 મી ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન પણ આવી જ રીતે ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિશ્વભરના આશરે 1187 લોકોએ આ સ્પર્ધામાં ઓનલાઇન ભાગ લીધો હતો. 
    આ 1187 લોકો પૈકી સાબરકાંઠાના વડાલી ગામના એક યુવક અમિત સોલંકીએ પણ આ સ્પર્ધામાં ભાગ લઇ તેના દ્વારા ક્લિક કરવામાં આવેલ એક ફોટોને આ સ્પર્ધામાં મોકલ્યો હતો. જાપાનમાં આયોજિત આ ફોટોગ્રાફી સ્પર્ધામાં અમિત દ્વારા ક્લીક કરવામાં આવેલ આ સરાહનીય ફોટોને બેસ્ટ ફોટોનો એવોર્ડ ઘોસિત કરી, ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. અમિત સોલંકી દ્વારા મેઘધનુષને એક બાટલીમાં કેદ કરવા મથતા નાના બાળકનો કલાત્મક ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો અને આ ફોટોગ્રાફ અનેક લકોએ પસંદ કરતા તેને બેસ્ટ ફોટોગ્રાફનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply