Skip to main content
Settings Settings for Dark

વોટર પાર્ક ખુલવાની જાહેરાત સાથે વોટરપાર્કની સફાઈ તેમજ સેનિટેશનનું કામ થયું શરુ

Live TV

X
  •  
    તાજેતરમાં જ યોજાયેલ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 20 જૂલાઇથી વોટર પાર્ક ખોલવાની મંજૂરી આપી હતી. જેને લઈને રાજ્યના વોટર પાર્ક સંચાલકોમાં આનંદ વ્યાપી ગયો છે. કોરોના આવ્યા બાદ સરકાર દ્વારા વોટર પાર્ક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા હતા, જેથી તેમને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 
    હવે જયારે મુખ્યમંત્રી દ્વારા અમુક મર્યાદામાં તેમજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના માર્ગદર્શિકા અનુરૂપ વોટરપાર્ક 20 મી જુલાઈથી શરુ કરવામાં આવશે. આ મંજૂરીને પગલે વોટર પાર્કમાં સફાઈ તેમજ સેનિટેશનનું કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું છે. વોટર પાર્કમાં 60 ટકાની મર્યાદિત સંખ્યા સાથે  એન્ટ્રી આપવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ વોટર પાર્ક બંધ રહ્યા તેને પરિણામે થયેલા આર્થિક નુકસાન સામે સરકારે સંચાલકો માટે અનેક રાહતો જાહેર કરી છે જેના માટે વોટર પાર્ક સંચાલકોએ સરકારનો આભાર માન્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply