Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓનલાઇન બુકિંગમાં હવે એક સાથે 6 ટિકિટ જ બુક કરી શકાશે

Live TV

X
  •  

    રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોના સંક્રમણ જેમ ઘટી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકાર દ્વારા પણ છૂટ છાટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોને પણ હવેથી ખુલ્લા મુક્યા છે. આ પ્રવાસન સ્થળો ખુલતાની સાથે જ લોકો ફરવા નીકળ્યા છે. ત્યારે ગુજરાત સહિતના લોકોની પહેલી પસંદ હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. 
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવાર એમ બે જ દિવસમાં આશરે 30 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા હાલ માત્ર ઓનલાઇન ટિકિટની જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓનલાઇન ટિકિટમાં એકવારમાં માત્ર 6 ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે. પ્રવાસ પર આવતા લોકોમાં અને પ્રવાસન સ્થળ પર કોરોના અંગેના તમામ નિયમોનું પાલન થાય તે અંગે સ્થાનિક વહીવટી તંત્રના એડિશનલ કલેકટર હિમાંશુ પરીખે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનેટાઇઝર જેવી તમામ વ્યવસ્થા કરાવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply