ખેડા: 101 દિવસ પછી વડતાલ મંદિરના કપાટ આજથી હરિભક્તો માટે ખુલ્યા
Live TV
-
આજથી રાજ્યમાં અનલોક-2નો પ્રારંભ થયો છે. જેની સાથે સમગ્ર ભારતમાં બંધ રહેલા મંદિરો તેમજ ધર્મસ્થાનો આજથી ખૂલ્યા છે. તેના અનુસંધાનમાં ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના કપાટ પણ આજથી ખુલતા અનેક ભાવિક ભક્તોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તમામ મંદિરોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડતાલમાં પણ તમામ ભક્તોએ સેનેટાઇઝ થઈ, સોશિયલ ડિસ્ટન્સ જાળવી, તેમજ માસ્ક પહેરીને દર્શન કર્યા હતા. લોકડાઉન દરમિયાન ભક્તો ઓનલાઈન દર્શન કરતાં હતા પરંતુ આજે પ્રત્યક્ષ દર્શન થતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો....
