ડોક્ટર્સ ડે પર કહાની સુરેન્દ્રનગરના એવા ડૉક્ટરની જેમણે તબીબધર્મ માટે..
Live TV
-
આજે ડોક્ટર્સ ડે છે ત્યારે વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ડોક્ટર્સ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર બનીને આગળ આવ્યા છે...ડોક્ટર્સ પોતાના જીવની કે સમયની પરવા કર્યા વિના દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યાં છે... તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતાં એક ડોક્ટર આજના દિવસે મૃત્યુ પામ્યા.. શહેરના બાહોશ તેમજ વિખ્યાત ડોક્ટર શૈલેષ ચાંપાનેરીયાનું દુખદ નિધન થયું છે...તેઓ છેલ્લા ઘણાં સમયથી કોરોનાના દર્દીઓની સારવાર કરતા હતા..આ દરમિયાન તેઓ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા...જો કે અંતે તેઓ પોતે કોરોના સામે જંગ હારી ગયા...સમગ્ર શહેરની જનતાએ કોરોના વોરિયર એવા ડોક્ટર શૈલેષ ચાંપાનેરીયાને ભાવ ભીની શ્રદ્ધાંજલિ પાઠવી....
