જૂનાગઢઃ ઓછા ખર્ચે ઓછા પાણીએ ડ્રેગનથી ખેતીથી ખેડૂત કમાય છે લાખો
Live TV
-
ખેડૂતો હવે પારંપરિક ખેતીથી અલગ ખેતી કરતા થયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામના કરસનભાઈ દુધાત્રા ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે.
સાત વર્ષ પહેલા તેમણે અમેરિકામાં આ ડ્રેગન ફ્રુટ જોયું હતું. ભારત આવ્યા પછી તેમણે તેનું વાવેતર શરૂ કર્યું.
તેઓ ૧૨ વીઘામાં આ ડ્રેગન ફુટનું વાવેતર કરે છે. તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા ખેડૂતોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે અને બીજ તથા પટ્ટીનું વ્યાજબી ભાવે વેચાણ પણ કરે છે. તેમણે જણાવ્યું કે ઓછા ખર્ચે ઓછા પાણીએ ગમે તેવી જમીનમાં અને વીઘે ચાર લાખ જેવી આવક આપતો આ પાક દુર્લભ છે.
વિટામિન અને મિનરલ થી ભરેલા આ ફ્રુટથી શરીરને ઘણા લાભ થાય છે. કિલોના લગભગ 200થી અઢીસો રૂપિયા બજાર ભાવ મળે છે અને તેઓને વેચવા પણ જવું નથી પડતું પોતાના ખેતર ઉપરથી જ વેચાઈ જાય છે. તેમણે લગભગ દોઢસો જેટલા બીજા ખેડૂતોને માર્ગદર્શન આપીને ડ્રેગન ફ્રુટની ખેતી માટે તૈયાર કર્યા છે.
