Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ MS યુનિ.ના પ્રોફેસરે બનાવ્યું એન્ટી બેક્ટેરિયલ માસ્ક, 50 વખત વાપરી શકાશે

Live TV

X
  • 50 વખત વોશ કર્યા બાદ પણ બેક્ટેરિયા તેમજ વાઇરસના સંક્રમણથી બચાવે છે

    વડોદરાની MS યુનિ.ની ટેકનોલૉજી ફેકલ્ટીની ટેક્ક્સટાઇલ અને કેમેસ્ટ્રી વિભાગનાં પ્રોફેસરે તુલસી, લીમડો અને મંજિષ્ઠાનો ઉપયોગ કરી એન્ટી બેક્ટેરિયલ માસ્ક બનાવ્યા. આ માસ્કને 50 વખત વોશ કરો તો પણ તેમાં રહેલી બેક્ટેરિયાને ડિકમ્પોઝ કરવાની ક્ષમતા ઓછી થતી નથી.

    હાલ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના જેવા વાઈરસ, બેક્ટરિયા, ફંગસ અને સ્કીન એલર્જીથી શરીરને બચાવવા માટે એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના પ્રો.ડો.ભરત પટેલે એક નવો ઉપાય શોધી કાઢ્યો છે. જેમાં તેઓએ તુલસી, લીમડો, અરડૂસી અને મંજિષ્ઠાનો ઉપયોગ કરીને અત્યારસુધી 200થી 300 એન્ટી બેક્ટેરિયલ માસ્ક બનાવ્યા છે. જે ટેકનોલોજી ફેકલ્ટીનાં સ્ટાફ તેમના પરિચિતો અને સુરતની હોસ્પિટલમાં આપેલા છે.

    ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના પ્રો.ભરત પટેલે વર્ષ 2014માં વિદ્યાર્થી એમ.ઝેડ.છાનીવાલા સાથે તુલસીના રસમાંથી કોપર અને સિલ્વરના નેનો પાર્ટિકલ બનાવી તેનો ઉપયોગ કોટનના કાપડમાં કર્યો હતો. જે એન્ટી બેક્ટેરિયલ તરીકે કામ આપે છે અને બેક્ટેરિય ટ્વિમહ વાઇરસ ને મારી નાખે છે. તેમણે તેમના સંશોધનનું પેટર્ન રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એકાદ વર્ષમાં તેઓ મોટા પાયે તેનું ઉત્પાદન શરૂ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply