સુરેન્દ્રનગરઃ મધમાખી ઉછેરમાંથી આ ખેડૂત કમાઈ રહ્યા છે લાખો
Live TV
-
ખેડૂતોએ પોતાની આવક બમણી કરવા માટે રોકડીયા પાક તરફ વળવુ જરૂરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ ગાજણવાવ ગામના ખેડૂત ભરતભાઇ પોતાના ખેતરમાં મધમાખી ઉછેરનું કામ કરી રહ્યાં છે. જેના દ્વારા તેમણે એક વર્ષમાં 3500 કિલો જેટલા મધનું ઉત્પાદન મેળવ્યું છે.
આ મધનો ભાવ પ્રતિ કિલો 300 થી 400 રૂપિયા મળી રહ્યો છે. તેમણે ખેતરમાં પાકના વાવેતરની સાથે મધમાખીના ઉછેર માટેની તાલીમ ખાદીગ્રામ ઉદ્યોગ ભવન અમદાવાદ ખાતેથી લીધી હતી. હાલમાં ભરતભાઈ પાસે મધમાખીના ઉછેરની 130 પેટી છે. તેમને કેન્દ્ર સરકાર દ્વારા પેટી લેવા માટે 33 ટકા સબસીડી પણ મળેલી છે.
