Skip to main content
Settings Settings for Dark

મૂળ થાઈલેન્ડના ફ્રૂટ ડ્રેગનની કોડીનારના ખેડૂતે કરી સફળ ખેતી

Live TV

X
  • ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં પીપળી ગામનાં એક ખેડૂતે વિદેશી ફ્રૂટ - ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ થાઇલેન્ડનું આ ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગીરમાં પણ ઊગી રહ્યું છે. તેનો એક કિલોનો ભાવ 100 થી 250 રૂપિયા હોય છે.

    પ્રગતિશીલ ખેડૂત ગોપાલભાઈ ગોહિલે ખેતીમાં કાંઈક નવું તેમજ અલગ કરી મૂડી રળવાનું વિચાર્યું. રૂટિન પાકોમાં માવજત વધી જતી હતી. ખર્ચ પણ વધતો.વળતર ઓછું મળવા લાગતા તેમણે પોતાનાં ખેતરમાં થાઇલેન્ડનું આ ફળ ઉગાડવાનું નક્કી કર્યું.

    તેમણે એક હેકટર જમીન આ માટે તૈયાર કરી.રૂપિયા છ લાખનો ખર્ચ કરી હજ્જારો રોપ વાવ્યા.આજે આ રોપ 18 મહિનાનાં થયા છે.અને તેમાં ફળ પણ આવવા લાગ્યા છે.આગામી દિવસોમાં 2.5 ટન જેટલા ફળોનું ઉત્પાદન થશે. લાખ્ખો રૂપિયાની આવક થશે.

    જેની સામે ખર્ચની લાગત મામુલી ગણી શકાય. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં માત્ર એક વખત જ રોકાણ કરવું પડે છે. માત્ર પાણીનું જ ધ્યાન રાખવાનું. કોઈ જ દવા, ખાતર કે અન્ય મજૂરી ખર્ચ કાંઈ જ લાગતો નથી. વર્ષમાં બે વખત ફળ આપતો આ છોડ 21 વર્ષ સુધી ફળ આપતો જ રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply