ગઢડામાં ગોપીનાથજી મહારાજને 250 કિલો દ્રાક્ષનો અન્નકુટ અર્પણ
Live TV
-
ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનકાળ દરમિયાન જ્યાં સૌથી વધુ રોકાય એવા ગઢડામાં આજે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ગોપીનાથજી મહારાજને 250 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. શ્રીજી મહારાજ 215 વર્ષ પહેલા મહા સુદ એકાદશીના દિવસે સૌપ્રથમ વાર ગઢડામાં આવ્યા હતા. એ દિવસની સ્મૃતિમાં આજે ગઢપુરમાં દ્રાક્ષના ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી મહારાજ અહીં 29 વર્ષ રહ્યા હતા અને એમ જ ગઢડા સાથે સ્વામિનારાયણ નામ જોડાઇ ગયું. એટલે જ બોટાદ જિલ્લાનું આ ગઢડા એટલે ગઢડા સ્વામીના તરીકે ઓળખાય છે. ભગવાનને ધરાવવામાં આવેલા 250 કિલો દ્રાક્ષની પ્રસાદી ગરીબ બાળકો, માનવ મંદિર અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિતરીત કરવામાં આવશે.
