ગાંધીનગર નજીક ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી આકાર પામ્યું
Live TV
-
ગાંધીનગર પાસે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી આકાર પામ્યુ છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર આવેલું છે.સોમવારે સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ હતુ કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને તેના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે.ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ફિનટેક બજારોમાંનુ એક છે..જેમાં વિદેશી હૂંડિયામણનું રુપાતર સહિતની સુવિધા ઉપલબ્ધ છે..જાણકારોના મતે ભારતનું ફિનટેક માર્કેટ 2025 સુધીમાં 6,204 અબજ રૂપિયાથી વધુ પહોંચવાની ધારણા છે.ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC,મલ્ટી-સર્વિસીઝ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદ્રશ્યની રચનાનું છે.
