Skip to main content
Settings Settings for Dark

ગિરનાં પિતા-પુત્રએ બનાવ્યું દેશી વોટર હીટર, એક વખત પાણી ગરમ કર્યા બાદ રહે છે 6 થી 7 કલાક સુધી ગરમ

Live TV

X
  • ગિરનાં ગામોમાં દેશી વોટર હીટર ખુબ પ્રસિદ્ધ થયું છે. ભાખા ગામનાં કારીગર પિતા-પુત્રની જોડી છેલ્લા 20 વર્ષથી આ વોટર હીટર બનાવે છે. આ દેશી વોટર હીટરમાં અંદરની ટેન્ક ગેલવેનાઇઝથી બનેલ હોવાથી પાણી 6 થી 7 કલાક ગરમ રહે છે. તેમજ મજબૂત અને ટકાઉ તેમજ કાટ પ્રતિરોધક હોવાથી દેશી વોટર હીટર અનેક રીતે લોકોને પરવડી રહ્યું છે. 

    ઓછામાં ઓછા બળતણનાં ઉપયોગ વડે 40 થી 1000 લિટર પાણી ગરમ કરવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે તૈયાર કરવામાં આવેલું દેશી વોટર હિટર હાલ ગીરમાં પ્રખ્યાત બની રહ્યું છે. ઓછામાં ઓછા 4,000 અને વધુમાં વધુ 60,000ની કિંમતે આ દેશી વોટર હીટર બને છે. જેટલી વધુ પાણી સંગ્રહની કેપેસિટી તેટલી મોટી ટેન્ક અને તેવી તેની કિંમત. સામાન્ય રીતે 10 જ મિનિટમાં 60 લીટર પાણી ગરમ કરી આપતું આ દેશી વોટર હિટર 9,000 રૂપિયામાં તૈયાર થાય છે. જેમાં માત્ર 1 કિલો લાકડાનું બળતણ વપરાય છે. આ વોટર હિટરમાં વધારાનો કચરો પણ બળતણ તરીકે વાપરી શકાય છે. આ દેશી વોટર હીટર ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પણ ખ્યાતિ પામી ચુક્યા છે. અત્યાર સુધીમાં પિતા-પુત્રએ 3500 થી 4000 નંગ દેશી વોટર હીટર બનાવ્યા છે. શિયાળામાં આ દેશી વોટર હીટર આશીર્વાદ રૂપ કામ આવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply