ગીરના જંગલોમાં બાળકો માટે સમગ્ર શિક્ષા અભિયાનના વર્ગો ઊભા કરાયાં
Live TV
-
સરકારની આ પહેલને માલધારી સમાજ પણ આવકારી રહ્યા છે. બાળકો પણ આનંદની લાગણી સાથે ખુશખુશાલ જોવા મળી રહયા છે.સરકારના આ પ્રયાસથી કક્કો બારાક્ષર, બાળગીતોથી પ્રાર્થનાથી નેસ ગૂંજતો થયો છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે કોઈપણ વ્યક્તિ અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકાર ચિંતિત છે. આથી ફરજિયાતના ભાગરૂપે ગીર જંગલોમાં રહેતા માલધારીઓના બાળકોની ચિંતા કરી છે કે જેમની આજુબાજુમાં કોઈ સ્કુલ ન હોય તેમજ ટ્રાન્સપોર્ટેશનની સગવડ ન હોય તેવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે.
આ યોજના હેઠળ નેસડા નજીકની સ્કૂલના આચાર્ય દ્વારા બીએડ કે પીટીસી કરેલા બાલમિત્રોની ભરતી કરવામાં આવે છે સ્કૂલ સમય દરમિયાન આ બાલમિત્રો નેસમાં જઈ બાળકોને અભ્યાસ કરાવે છે.
