સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક લોકો માટે ખુલ્લો મૂકાયો
Live TV
-
૩૭૫ એકરમાં ફેલાયેલ આ પાર્કમાં ૬૨ જાતનાં ફૂલ અને ૧૦૦૦ પ્રકારના પ્રાણી અને પક્ષીઓનો સમાવેશ થશે. પ્રવાસીઓ ઓનલાઇન કે ટીકીટ બારી પરથી ટિકીટ બૂક કરાવીને જંગલ સફારીનો આનંદ માણી શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોટું જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકાયો છે. 18 ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેનો લાભ હવે પ્રવાસીઓ લઈ શકશે.
