પાટણઃ સરકારી સહાયથી અપનાવી બાગાયતી ખેતી, ઓછા ખર્ચે સામે મેળવી વધુ આવક
Live TV
-
પાટણના યુવા પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતીને ત્યજીને ફૂલોની બાગાયતી ખેતી અપનાવી છે.
જેમાં સરકારી સહાય, સબસીડી, અને બાગાયત વિભાગના માર્ગદર્શનથી ફૂલોની ખેતી કરી રહ્યાં છે. પાટણના સમાલ પાટી, રામની વાડી વિસ્તારમાં રહેલાં સંજયભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી ઓછી મહેનત અને ઓછા ખર્ચે બેથી અઢી વિઘામાં ફૂલોની ખેતી કરીને વર્ષે અઢી લાખની આવક રળી રહ્યાં છે.
ફૂલોની ખેતીમાં મજૂરી ખર્ચ નહિવત છે વળી નિંદામણની માથાકૂટ હોતી નથી તેમજ છાણીયા ખાતરનો વપરાશ કરવામાં આવે છે. સંજયભાઈ વર્ષ દરમિયાન ચાર પ્રકારના ફૂલોનું વાવેતર કરે છે. જેમાં 9 થી 11 માસ દરમિયાન ગલગોટાની, 11 થી 4 માસ દરમિયાન પીળી ગોટી- સફેદ ડેઈઝી અને 3 થી 10 માસ દરમિયાન દાલદીના ફૂલોનો પાક લેવાય છે.
