ગીર સોમનાથના ધાણેજમાં પ્રથમ વાર બન્ની પ્રજાતિની ભેંસે IVF દ્વારા આપ્યો બચ્ચાને જન્મ
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના ધાણેજ ગામમાં કચ્છ વિસ્તારની ભેંસની પ્રખ્યાત પ્રજાતિ એવી 'બન્ની' ભેંસ દ્વારા મુખ્ય જાતિની ભેંસના બચ્ચાનો ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નોલોજી દ્વારા જન્મ કરાવવામાં આવ્યો છે. આ પ્રથમ કેસ છે જ્યાં આઈ વી એફ ટેક્નિક દ્વારા આ પ્રજાતિની ભેંસ દ્વારા બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે. આ ટેક્નિક દ્વારા ભેંસના બચ્ચાના જન્મનો હેતુ અનુવાંશિક રીતે સારી ગણાતી પ્રજાતિની આ ભેંસોની સંખ્યામાં વધારો કરવાનો છે, જેથી દૂધના ઉત્પાદનમાં વધારો લાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ની પ્રજાતિની ભેંસ શુષ્ક વાતાવરણમાં પણ વધુ દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયે પણ આ પ્રજાતિની ભેંસને ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઇ.વી.એફ દ્વારા જન્મ આપવાનો આ પ્રથમ કેસ ગણાવ્યો છે.
