Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રોજગાર મેળા દ્વારા ૫,૩૩૧ યુવક-યુવતીઓને અપાઈ રોજગારી

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં યોજાયેલા વિવિધ ૨૯ રોજગાર મેળા દ્વારા ૨,૫૯૨ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨ રોજગાર મેળામાં ૨,૭૩૯ એમ છેલ્લા બે વર્ષમાં કુલ ૫૩૩૧ યુવક-યુવતીઓને વિવિધ નોકરીદાતા દ્વારા રોજગારી આપવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યુ હતું. 

    મંત્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે વિશેષ કૌશલ્ય ધરાવતા યુવક-યુવતીઓને રોજગારી આપવા વિવિધ શાળા કોલેજો અને આઇ.ટી.આઇ.માં ૨૯ રોજગાર ભરતી મેળા તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૨ રોજગાર ભરતી મેળા યોજાયા હતા. જેમાં કુલ ૧૫૬ નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો. મંત્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું કે રોજગાર વાંચ્છુ યુવક-યુવતીઓને ઓનલાઇન માધ્યમથી તમામ વિગતો મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ‘અનુબંધમ’ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ રોજગાર ઇચ્છુક યુવાનો અને નોકરી દાતા વચ્ચે સેતુ સમાન છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply