સુરત જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૨,૪૭૩ લાભાર્થીઓને રૂપિયા ૧.૬૦ કરોડની ચૂકવાઈ સહાય
Live TV
-
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના અંતિમ વ્યક્તિને સરકારી સેવાના લાભો - સહાય કરવી એ જ અમારું પ્રથમ લક્ષ્ય છે. રાજ્યમાં અમલી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સુરત જિલ્લામાં ૨,૪૭૩ લાભાર્થીઓને રૂપિયા ૧.૬૦ કરોડની સહાય ચૂકવાઇ છે.
વિધાનસભા ખાતે સુરત જિલ્લામાં વય વંદના યોજના હેઠળ સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૧૯૯૫માં શરૂ કરાઈ હતી અને રાજ્યમાં પણ આ જ વર્ષથી અમલ શરૂ કરાયો છે.
આ યોજનાનું મુખ્ય હેતુ વૃદ્ધ વ્યક્તિને આર્થિક સલામતી પૂરી પાડવાનો છે.જેમાં નિરાધાર વ્યક્તિ હોય જેને પોતાનું કોઈ આવક માટેનું સાધન ન હોય,પરિવારના સભ્યો કે અન્ય કોઈ સભ્યને આજીવીકા મળતી ન હોય તેવા વૃદ્ધોને આ યોજના હેઠળ આવરી લઈને આર્થિક સહાય આપવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું.