હવામાન વિભાગ: વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 13 અને 14 માર્ચે ફરી માવઠાની આગાહી
Live TV
-
છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી 13 અને 14 માર્ચે ફરી માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં, વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કચ્છ જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ પણ વધશે.