Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટેનો યોજાયો એક કાર્યક્રમ

Live TV

X
  • ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપક્રમે મહિલાઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે મળીને વર્ષ 2003 થી ખાસ જરૂરિયાત ધરાવનાર વ્યક્તિ એટલે કે શારીરિક અને માનસિક વિકલાંગ વ્યક્તિ તથા સમુદાય વચ્ચે એક સેતુ બંધાય તે રીતે વિવિધ કર્યો કરવામાં આવી રહ્યા છે. આ માટે વિકલાંગ વ્યક્તિઓ માટે ફિઝિયોથેરાપી, શિક્ષણ, વોકેશનલ ટ્રેનીંગ તથા સંબંધિત સરકારી યોજનાઓની માહિતી તથા સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.

    ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોના સફરમાં તેમની માતાઓ હંમેશાં એક પાયાનો સ્તંભ બનીને રહ્યા છે ત્યારે આ માતાઓની હિંમત અને શક્તિના કારણે જ બાળકોના વિકાસમાં સતત પ્રગતિ થતી જોઈ શકાય છે. આ બાળકોના માતાઓ જ ખરા અર્થમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ આ દિવસના ઇતિહાસથી લઈને તેમના અધિકારો સંબંધિત માહિતી મેળવી શકે તથા આ મહિલાઓને પ્રોત્સાહન મળે તે આ કાર્યક્રમનો હેતુ હતો. 

    ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠલ ચાલતા વિવિધ વિભાગોનાં પ્રતિનિધિ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. ૧૮૧ અભયમમાંથી અંજનાબહેન, વન સ્ટોપ સખી સેન્ટરમાંથી હેતલબહેન અને મહિલા સહાયતા કેન્દ્રથી દિપીકા બહેન અને હિરલબહેન હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply