ડાંગ જિલ્લો બન્યો પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો
Live TV
-
ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો બન્યો છે. ડાંગના ખેડૂતો સ્વાભાવિક રીતે જ પ્રાકૃતિક ખેતી કરે છે અને જિલ્લાના ખેડૂતો પહેલેથી જ પરંપરાગત ખેતી પદ્ધતિથી જોડાયેલા છે. ડાંગ જિલ્લામાં 16 હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે જ્યારે 20,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ હોવાનું આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયા એ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરે છે અને ગાયનું છાણ અને મૂત્રના ઉપયોગ થકી ઝીરો બજેટ ખેતી કરી સાથે જીવામૃત ,ઘનજીવામૃત અને અન્ય જૈવિક નિયંત્રણ દ્વારા ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.