ડાંગમાં મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુષ્મા સ્વરાજ એવોર્ડ સમારંભ આયોજિત થયો
Live TV
-
ડાંગ જિલ્લામાં ખેતી, પશુપાલન સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરવા માટે સુષ્મા સ્વરાજ એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય તેમજ સુરત નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન દર્શનીબેન કોઠીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 10 મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
