ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી પર આપ્યું માર્ગદર્શન
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ અંગેના વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્ય અને ધારાસભ્યોની હાજરીમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માહિતી આપી હતી કે 'રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ પદ્મશ્રી સુભાષ પાલેકરથી પ્રેરિત પ્રાકૃતિક કૃષિ બની શકે તેમ છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી અને તેનાથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, દેશી ગાયોનું જતન-સંવર્ધન થાય છે'. રાજ્યપાલે વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું કે 'પ્રાકૃતિક ખેતીથી કૃષિ ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂત સમૃદ્ધ થશે તેમજ લોકોને આરોગ્યપ્રદ આહાર મળશે'. રાજ્યમાં કૃષિ જન અભિયાન સંદર્ભે યોજાયેલી વિચારગોષ્ઠિમાં પ્રાકૃતિક ખેતી પર ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ.
