BSF ના જવાનોની ભૂટાનના જયગાંવથી નીકળેલી સાયકલરેલી છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે પહોંચી
Live TV
-
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે, 17 સપ્ટેમ્બરે સરહદ સુરક્ષા દળ દ્વારા ભૂટાનના જયગાંવથી નીકળેલી સાયકલરેલી લગભગ 2 હજાર 300 કિલોમીટરનું અંતર કાપીને મધ્યપ્રદેશથી છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં મહાનુભાવો દ્વારા ફૂલોના હાર પહેરાવીને રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં કુલ 20 બીએસએફના જવાનો છે. રેલીમાં બીએસએફના જવાનો રસ્તામાં આવતા ગામોમાં એકતા,અખંડિતતા, ફિટ ઈન્ડિયા, પર્યાવરણની રક્ષાનો સંદેશ પણ આપી રહ્યા છે.
સાયકલ રેલીનું નેતૃત્વ કરનાર વિંગ કમાન્ડર સુજીતકુમારે કહ્યું કે,રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 17 યોજાયેલી આ રેલીની ચાલીસ દિવસની યાત્રા છે. આવતીકાલે આ સાયકલ રેલી ગુજરાતના કેવડિયા પહોંચશે ,જ્યાં આ રેલીનું સમાપન થશે.
