Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની પ્રથમ કિસાન રેલ્વે રેક ટ્રેન 550 ટન ડુંગળી સાથે ધોરાજીથી ગુવાહાટી જવા રવાના

Live TV

X
  • ગુજરાતની પ્રથમ કિસાન રેલવે રેક ટ્રેન 550 ટન ડુંગળી સાથે રાજકોટ્ના ધોરાજીથી ગુવાહાટી જવા રવાના થઇ છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકની રજૂઆતને ધ્યાને લઈને આ કિસાન ટ્રેન શરૂ કરવામાં આવી છે. લોકડાઉન બાદ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં ડુંગળી બીજા રાજ્યમાં મોકલતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ભાડામાં પચાસ ટકાની રાહત આપી છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થશે. મહત્વનું છે કે સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ માણાવદર, ઉપલેટા, પાનેલી, ભાયાવદર અને ધોરાજી વિસ્તારના પાકને બીજા રાજ્યમાં મોકલાઈ રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply