Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી

Live TV

X
  • રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યની વિવિધ હોમગાર્ડઝ કચેરીનું કર્યું ઈ-લોકાર્પણ 

    6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસની અમદાવાદ હોમગાર્ડઝ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ, લખતર, કાલોલ, સુરેન્દ્રનગર, અને ગોઝારીયા ખાતે નવનર્મિત હોમગાર્ડઝ કચેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. 

    આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશના સૌથી જુના હોમગાર્ડઝ દળ એવા ગુજરાત હોમગાર્ડઝનું યોગદાન હંમેશાં અમૂલ્ય, અને અભૂતપૂર્વ રહ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત Livelihood mission વચ્ચે M.O.U થયા હતા. 

    જે અંતર્ગત રાજ્યના હોમગાર્ડઝ, ગ્રામરક્ષક દળ, સાગરરક્ષક દળ, અને સિવિલ ડિફેન્સના 93 હજાર જવાનો તથા તેઓના પરિવારજનોને રોજગારલક્ષી તાલીમ મળશે. કોરોનાકાળમાં રાજ્યભરમાં 250 જેટલા હોમગાર્ડઝ કોરોનાથી સંક્રમિત થયા છે, ત્યારે ગૃહમંત્રીશ્રીએ તેઓને બિરદાવ્યા હતા તથા કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર 12 જવાનોના પરિવારજનોને વંદનપત્ર પણ અર્પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply