Skip to main content
Settings Settings for Dark

ગૃહરાજ્યમંત્રીએ હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ સિધાર્યા તેને લઈને રાજ્ય સરકાર વતી શ્રધ્ધાજંલી પાઠવી

Live TV

X
  • યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રણેતા હરીપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયાં છે. ગઇકાલે રાત્રે અગિયાર કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પાર્થિવદેહને સોખડા લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રખાશે. તો બીજી તરફ તેમના દેહ વિલયથી, અનુયાયીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. તો  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, યુવાનોમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલિકાના પ્રચાર, અને પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવાભાવ ઉજાગર કરવામાં હરિપ્રસાદ સ્વામીજીનું યોગદાન સદાય અ-વિસ્મરણીય રહેશે. તો ગૃહરાજ્યમંત્રીએ હરિપ્રસાદ સ્વામીના અવસાનને લઇને રાજ્ય સરકાર વતી શ્રધ્ધાજંલી પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply