ચોમાસામાં ખિલી ઉઠ્યું ડાંગ, પણ કોરોનાના કારણે પ્રવાસીઓમાં ઘટાડો
Live TV
-
ગુજરાતનુ ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ફરવાની મજા કઈક અલગ જ છે.
ઘરમાં પુરાઈ રહેલા સુરતીઓ ખાસ આ મોસમની રાહ જોતા હોય છે, પાનખરમાં પોતાની સુંદરતા ગુમાવી બેસેલા મોટા પર્વતો પ્રથમ વરસાદમાં જ લીલા છમ થઈ જાય છે.
આ આહલાદક દ્રશ્યને લોકો પોતાના કેમેરા તેમજ મોબાઈલમાં કંડારવાનુ વધુ પસંદ કરતા હોય છે. આવતા સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓ ડાંગની મુલાકાતે આવે છે, પરંતુ દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં હાલ કોરોનાની મહામારી ચાલુ છે.
