છોટાઉદેપુરઃ ચામેઠા ગામે બરોડા ડેરીએ નફામાંથી સભાસદોને આપ્યું બોનસ
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામે ગ્રામજનો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. ગામમાં બરોડા ડેરી સંચાલિત દૂધ ઉત્પાદન મંડળી આવેલી છે. મંડળીના સંચાલકોના માર્ગદર્શન હેઠળ પશુપાલકો દૂધનું વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
બરોડા ડેરીએ દૂધ ભરતા 555 સભાસદોને બોનસ રૂપે 22 લાખથી વધુ ભાવ ફેરની રકમ આપતાં ચામેઠા દૂધ મંડળીએ પોતાના નફામાંથી રૃપિયા 22.5 લાખ ઉમેરીને સભાસદોને બોનસ પેટે કુલ રૂપિયા 44 લાખ 50 હજારની ચુકવણી કરી છે.
મંડળીમાં દૂધ ભરી રહેલા કેટલાક સભાસદોને 3 લાખથી વધુના રોકડ બોનસ ઉપરાંત કુલર, પંખા, ઇલેક્ટ્રિક આરતી, ડિનર સેટ સહિતના ઉપકરણોની પણ ભેટ આપવામાં આવી હતી. આથી મંડળીમાં દૂધ ભરતા સભાસદોમાં ખુશી છવાઈ હતી.
