Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ બ્લડ બેંક દ્વારા પ્લાઝમા ડૉનેટ કરવા અંગે સેમિનારનું આયોજન

Live TV

X
  • ઇન્દુ બ્લડ બેંક અને એસ.એસ. જી હોસ્પિટલ દ્વારા ઑડિટોરિયમ ખાતે કોરોના દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવાથી શું ફાયદા થાય અને પ્લાઝમા ડોનેટ કઈ રીતે કરવું તેના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ડૉ. વિનોદ રાવની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

    કોરોનાથી સાજા થયેલા દર્દીઓને પોતાના શરીરમાં જો પૂરતા એન્ટિબોડી હોય તો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ 28 દિવસ પછી તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે અને પ્લાઝમા ડોનેટ 10 વર્ષથી નીચેના બાળકો ના કરી શકે અને 60 વર્ષના ઉપરના વૃદ્ધ પણ પ્લાઝમા ડોનેટ ના કરી શકે.

    દર 15 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકાય છે અને 8 વાર પ્લાઝમા ડોનેટ કરી શકાય અને યુવાન દર્દીઓ કે જેઓ પોઝિટીવમાંથી સાજા થયા હોય અને જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેમણે પ્લાઝમા ડૉનેટ કરીને અન્ય દર્દીઓની જિંદગી બચાવવા જેવી સેવા માટે આગળ આવવું જોઈએ. આવા પ્લાઝમા ડૉનેટ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં 50થી વધુ કોરોના વૉરિયર્સ સામેલ રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply