Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરઃ સિમળી ગામના ખેડૂતે સ્માર્ટ ખેડૂતોમાં સ્થાન કર્યું પ્રાપ્ત 

Live TV

X
  • રાજ્યમાં ખેતીની અવનવી પદ્ધતિથી ખેડૂતો બમણી આવક કરી નામના મેળવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સિમળી ગામના ખેડૂત પ્રકાશ રાઠવાએ પણ ગુજરાત રાજ્યના સ્માર્ટ અને શ્રેષ્ઠ ખેડૂતોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    વર્ષ 2017થી આધુનિક પધ્ધતિથી તેઓ ખેતી કરી રહ્યા છે. જેમાં તરબૂચમાં અવનવી વેરાયટીઓ જેવી કે, બહારથી લીલા અને અંદરનો ગર્ભ પીળા રંગનો,  અન્ય બહારથી પીળા તો અંદરનો ગર્ભ લાલ રંગનો જેવી વેરાયટીઓ થકી મબલખ પાક ઉત્પાદન કરી ગૌરવ વધારી રહ્યા છે.

    MDR TB જેવી ગંભીર બીમારીને હરાવનાર પ્રકાશ રાઠવા વ્યવસાયે શિક્ષક છતાં બાપદાદાની પરંપરાગત ખેતીમાં અવનવી તડબૂચ, પપૈયા અને મશરૂમની ખેતી કરી ગુજરાતના સ્માર્ટ ખેડૂત બન્યા અને બીજા ખેડૂતોને પણ પોતાની આ અવનવી તકનીકો અપનાવવા માગ્દર્શન પૂરું પાડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply