જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ
Live TV
-
અરવલ્લી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ધનસુરામાં ધોરણ-6માં પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. આ આવાસીય સ્કુલમાં પ્રવેશ માટે 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ સ્કુલમાં ધોરણ 6 થી 12 સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય સ્ટ્રીમ ચાલે છે. આ સ્કુલમાં એડમિશન મેળવનારને અભ્યાસ, નિવાસ અને ભોજન વિનામુલ્યે મળે છે. નવોદય વિદ્યાલય માં નિયમો પ્રમાણે 75% ગ્રામીણ અને 25% શહેરના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.
