નાંદોદના ધાનપોર ખાતે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Live TV
-
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પ યોજવાનો આશય દિવ્યાંગ વ્યક્તિઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદાના સહયોગથી ધાનપોર ગામમાં દિવ્યાંગ જય પટેલ દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ગામના યુવાનોએ રક્તદાન શિબિરમાં ભાગ લઇને પ્રાત્સાહન પૂરૂ પાડ્યું હતું. આ અવસરે રેડક્રોસ બ્લડ બેંકના ડો.જે,એમ જાદવે આ કામગીરીને બિરદાવીને વધુ રક્તદાનના પ્રયાસો હાથ ધરવા હિમાયત કરી હતી.
