સૌરાષ્ટ્રનાં મોટા ભાગના વિસ્તારોમાં તેલની મીની મિલો ધમધમતી થઈ
Live TV
-
તાજેતરમાં મગફળીનો સારો પાક થતાં ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં તેલ મીની મિલો ધમધમતી થઈ છે. જેમાં અંદાજે 450 ખાંડી મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મીની મિલોમાં રોજના 3600 આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે. જેમાં છેલ્લા એકાદ મહિનામાંજ લગભગ સવા થી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે.
