Skip to main content
Settings Settings for Dark

જાણો, શું છે "હુંડેલ", છોટાઉદેપુરના ખેડૂતો કઇ રીતે કરે છે ખેતી

Live TV

X
  • રાજયમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સારો વરસાદ વરસી રહ્યો છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે "હુડેલ"ની વ્યવસ્થા હતી. જેમાં  એક ખેડૂત કુટુંબના સભ્યો બીજા ખેડૂતને મદદ કરવાની ભાવનાથી ડાંગરની રોપણીનું કામ કરતા હતા. જેથી મજુરી ખર્ચ બચી જતો હતો. પણ હવે હુંડેલ નામની સામાજિક વ્યવસ્થા લુપ્ત થવા જઈ રહી છે અને તેથી જ ખેતી મોંઘી થઈ રહી છે.

    છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં એક સમયે વર્ષો જૂની પરંપરા હતી, કે ડાંગર રોપણી અને લણણીના સમયમાં આખા ગામનાં લોકો એક ખેડૂતનું ખેતી કામ કર્યા બાદ બીજા ખેડૂતનાં કામમાં મદદ કરવાની ભાવનાથી કરવામાં આવતું હતું. જેને "હુંડેલ" અથવા તો "લાહ" કહેવામાં આવે છે. અને આ પરંપરા મુજબ આજે પણ ક્યાંક આદિવાસી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેથી મજૂરી ખર્ચ ખૂબ ઓછો થાય છે. અને આવી જ એક પ્રથા મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મૂઢયારી ગામના ખેડૂતો આજે પણ આ રીતે પરંપરાગત ખેતી કરી રહ્યા છે.

    છોટા ઉદેપુર જિલ્લામાં 86 ટકા જેટલા ખરીફ પાકો જેવા કે મકાઈ, તુવેર, અડદ, સોયાબીન , કપાસ , ઘાસચારો જેવા પાકોનું વાવેતર થઇ ગયું છે. જયારે 14 ટકા જમીનમાં રોપણી ડાંગરનું વાવેતર હાલ થઈ રહ્યું છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સારો એવો વરસાદ વરસી જતાં હાલ ઢાળ વાળી જમીન કે જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી જમીનમાં ટ્રેકટર કે બળદ વડે ઘોયણ કરી વાવેલ ધરુંનાં મૂળ સાફ કરીને ડાંગરની રોપણી કરવાના કામમાં ખેડૂતો જોતરાય ગયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply