જામનગરનાં જય શુકલ છે ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર
Live TV
-
જામનગરની ધરતીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ક્રિકેટરો આપ્યા છે ત્યારે ક્રિકેટની દુનિયામાં સૌથી નાની વયના અમ્પાયર પણ જામનગરના છે. જય શુકલ ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર છે. જામનગરના ક્રિકેટપ્રેમી જય શુકલએ ક્રિકેટના શોખને કારકિર્દી બનાવવા નિર્ણાયક ભૂમિકામાં રહેવાનું પસંદ કર્યું અને આ નિર્ણય સાથે તેઓએ અમ્પાયર બની પોતાની કારકિર્દી બનાવી છે. તેઓ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં અમ્પાયર છે. તેઓની મહત્વાકાંક્ષા BCCI ના અમ્પાયર બનવાની છે અને આ માટે તે તૈયારી કરી રહ્યાં છે. તેમાં સફળતા મેળવ્યા બાદ ICC માં પણ અમ્પાયર બનવા માટે તૈયારી કરશે.
જય શુક્લના પિતા રાકેશભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, જય શુકલને 21 વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા અમ્પાયર તરીકે નિમણુક કરવામાં આવી હતી. તેમણે બે વર્ષમાં કુલ 11 જેટલી ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી છે. જેમાં 3 રાજકોટ, 1 સણોસરા અને 7 જામનગર શહેરમાં મેચ યોજાઈ હતી. આ ઉપરાંત અન્ડર-16, અન્ડર -19, અન્ડર -23 માં ડિસ્ટ્રીકટ લેવલમાં અમ્પાયર તરીકેની ફરજ બજાવી ચુક્યા છે.
