મોરબી: બાળકો માટે યુવાનોએ કર્યું અનોખા 'આઝાદ પાર્ક' નું નિર્માણ
Live TV
-
આમ તો દરેક શહેરમાં બાળકોને રમવા માટે બગીચા હોય છે પરંતુ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોએ અનોખા 'આઝાદ પાર્ક' નું નિર્માણ કર્યું છે. આ પાર્કમાં બાળકોને રમવા માટે વિવિધ સાધનો તો છે જ પણ તેની સાથે સાથે બાળકો દેશની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓને ઓળખે અને ક્રાંતિકારીઓના વિચારબીજ બાળકોમાં રોપાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્ક અંગે સંસ્થાના અગ્રણી જણાવે છે કે, આઝાદ પાર્કમાં બાળકો માટે ખાસ ક્રાંતિકારી સેના એક્સપ્રેસ ટ્રેન બનાવી છે. ઉપરાંત સ્વચ્છતાના સંદેશ થકી બાળકોમાં સારા વિચારો આવે તેવા પ્રયત્નો કર્યા છે. એટલું જ નહીં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના સ્ટેચ્યુ પાર્કમાં મુકવામાં આવ્યું છે, તો આઝાદે જ્યાં અંતિમ શ્વાસ લીધા તે આલ્ફ્રેડ પાર્કમાં અંતિમ સમયનું ચિત્ર અને અન્ય પેઈન્ટીગ મુકીને બાળકોને ક્રાંતિકારીઓની બહાદુરી અને દેશભક્તિથી પરિચિત કરાવીને બાળકોમાં દેશભક્તિના બીજ રોપાય તેવા આશયથી સુંદર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
