જામનગરમાં માનસિક દિવ્યાંગ બાળકોને અપાય છે દિવડા બનાવવાની ટ્રેનિંગ
Live TV
-
જામનગરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલ ઓમ ટ્રેનીંગ સેન્ટર માનસિક રીતે દિવ્યાંગ બાળકોનું નિ:શુલ્ક ચાલતું તાલીમ કેન્દ્ર છે. આ ટ્રેનીંગ સેન્ટરમાં દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ હેન્ડિક્રાફ્ટ વસ્તુઓ બનાવવની ટ્રેનિંગ આપવામાં આવે છે.
જામનગરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલ ઓમ ટ્રેનીંગ સેન્ટર માનસિક રીતે દિવ્યાંગ બાળકોનું નિ:શુલ્ક ચાલતું તાલીમ કેન્દ્ર છે. આ ટ્રેનીંગ સેન્ટરમાં દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ હેન્ડિક્રાફ્ટ વસ્તુઓ બનાવવની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ વખતે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી બાળકોને દિવડા બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આ તાલીમ કેન્દ્રના સંચાલક ડીમ્પલબેન મહેતા દ્વારા માનસિક રીતે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા તેમજ બાળકોના આત્મવિશ્વાસ વધારવા ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. આગામી દિવસોમાં દિવાળી નિમિત્તે દિવ્યાંગ બાળકોના હાથે રંગબેરંગી અને અવનવી ડિઝાઈન વાળા અંદાજે 8 હજાર દિવડાઓ બનાવવામાં આવ્યા છે. આ દિવડાઓ બનાવવા માટે ટ્રેનિંગ સેન્ટરમાં સતત તાલીમ આપવામાં આવી હતી. માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ આ દિવડા આગામી દિવસોમાં વેચાણ માટે બજારમાં મૂકવામાં આવશે. તેમાંથી જે આવક થશે તેનો ઉપયોગ દિવ્યાંગ બાળકોના હિત માટે કરવામાં આવશે.
