Skip to main content
Settings Settings for Dark

ડાંગની નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી વરલી ચિત્રો બનાવી મેળવે છે રોજગારી

Live TV

X
  • ડાંગ જિલ્લાના મુળચોંડ ગામની નર્સિગમાં અભ્યાસ કરતી યુવતીએ કોરોના કાળમાં વરલી પેઈન્ટીંગની કળાને રોજગારીનું સાધન બનાવીને આજીવિકાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

    ડાંગ જિલ્લાના મુળચોંડ ગામની નર્સિગમાં અભ્યાસ કરતી યુવતીએ કોરોના કાળમાં વરલી પેઈન્ટીંગની કળાને રોજગારીનું સાધન બનાવીને આજીવિકાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. 

    ડાંગના મુખ્યમથક આહવાથી સાત કિલોમીટર દુર આવેલા મુળચોંડ ગામમાં રહેતી માલિની ભોયે B.sc નર્સિંગનો અભ્યાસ કરે છે. કોરોના સમયમાં અભ્યાસ ક્રમ બંધ થવાની સાથે આર્થિક મુશ્કેલી પડી હતી. ત્યારે તેણે અગાઉ શીખલી વરલી પેઈન્ટિંગથી રોજગારી મેળવીને અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. માલિની ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી તે સમયે તેણે આ કળા શીખી હતી. 

    વરલી પેઈન્ટિંગમાં આદિવાસી સંસ્કૃતિને લગતા તેમના ઘર, જંગલ, સામાજીક જીવનમાં આવતા તહેવારો વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે. આ તમામ વર્ણનને  માલિની ભોયે કેનવાસ પર ઉતારે છે. માલિનીએ એક કાચી ઝુંપડા જેવી નાનકડી દુકાનમાં તેના પેન્ટિંગ મૂકે છે. રસ્તા ઉપરથી આવતા જતા લોકો આ પેઈન્ટિંગ ખરીદે છે. માલિનીએ બનાવેલી પેન્ટિંગને ડાંગ દરબાર વખતે રાજ્ય સરકાર દ્વારા 10 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું. માલિની ભોયે અભ્યાસની સાથે વરલી પેઈન્ટિંગ બનાવીને રોજગારી મેળવી રહી છે અને અન્યોના માટે પણ પ્રેરણારૂપ બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply