જામનગરમાં સરિસૃપ સંરક્ષણ શિબિરનું કરાયું આયોજન
Live TV
-
જામનગરમાં ગુજરાત સરિસૃપ સંરક્ષણ અને નવાનગર નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે સરિસૃપ સંરક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સૌરાષ્ટ્રભરમાંથી પર્યાવરણ પ્રેમીઓ અને Snake Catcher ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં સર્પ સંરક્ષણ પ્રવૃતિ કરતાં અનેક લોકોને સર્પ સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી. હાલ યુવા વર્ગ પ્રકૃતિ અને પર્યાવરણ તરફ વળ્યા છે. ત્યારે તેમને પ્રકૃતિની માવજત કેમ રાખવી તેનો સાચો રસ્તો દેખાડવા અને તે અંગે કાયદા અને કાનૂનની તમામ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં રાજકોટ, પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પર્યાવરણ પ્રેમી સંસ્થાના હોદેદારો અને Snake Catcher ઉપસ્થિત રહ્યા હતા.
