જામનગર જિલ્લા જેલ ખાતે 100 ઔષધિ વૃક્ષોનું રોપણ કરાયું
Live TV
-
જામનગર જિલ્લા જેલ ખાતે વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાના હસ્તે આયુર્વેદિક ઔષધીના સો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા જેલ ખાતે વૃક્ષોનો ઉછેર ખૂબ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે. વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાય છે. જે આયુર્વેદિક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તેમાં ગળો, બોરસલી, કરંજ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
