દ.ગુજરાતમાં મેઘ મહેર, વલસાડના ઉમરગામમાં 5.50 ઇંચ જેટલો વરસાદ
Live TV
-
હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની મહેર શરૂ થઇ ગઇ છે. વલસાડના ઉમરગામમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતનાં છુટાછવાયા વિસ્તારમાં ધીમીધારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં ત્રણ ઇંચ, માંગરોળમાં અઢી ઇંચ, અને પલસાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા, ભરૂચ, પંચમહાલ, કલોલ , અને આણંદ સહિત અનેક સ્થળોએ વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી હતી. હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.
➡️24 કલાકમાં 179 તાલુકામાં વરસાદ
➡️વલસાડના ઉમરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ
➡️કામરેજ અને ઉમરપાડામાંમાં 2 ઈંચથી વધુ વરસાદ
➡️કપરાડા અને નવસારીમાં 2 ઈંચ વરસાદ
➡️27 તાલુકામાં 1 ઈંચથી વરસાદ
