જામનગર: ભાજપ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી કસરતના સાધનોનું લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને સાર્થક કરવા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 5ના ભાજપ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલની ગ્રાન્ટમાંથી કસરતના સાધનોનુ લોકાર્પણ સરલાબેન ત્રિવેદી ભવન ખાતે કરવામાં આવ્યું હતુ. શહેરમા કસરતના સાધનોની વિના મુલ્યે સવલત મળતા લોકોનુ સ્વાસ્થ્ય તથા ફિટનેસમા સુધારો થશે ત્યારે વિસ્તારના લોકોએ તમામ મહાનુભાવોનો અભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મેયર હસમુખ જેઠવા સહીત વિવિધ રાજકીય આગેવાનોએ હાજરી આપીને લોકોને કસરતના ફાયદા અંગે સમજણ આપી હતી તો આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિનોદભાઇ ભાવસારે કર્યું હતું.
