Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં એક વ્યક્તિએ સતત 6 વાર પ્લાઝમા ડોનેટ કર્યું

Live TV

X
  • કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી મહદઅંશે સફળ બની છે. જે લોકો કોરોના સંક્રમણનો ભોગ બની અને સાજા થયા છે જેમનામાં એન્ટીબોડી ક્રિએટ થઈ છે. તેવા લોકો પ્લાઝમા ડોનેટ કરી અનેક કોરોના પોઝિટિવ દર્દીઓના જીવનને બચાવવામાં સહભાગી બન્યા છે.આવા જ એક કોરોના પોઝિટિવ માંથી સાજા થયેલા ભાવનગરમાં ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા જીગ્નેશભાઈ મજેઠીયા કે જે આજથી 3 માસ પૂર્વે કોરોના સંક્રમણ બાદ સાજા થયા હતા. ત્યારથી તેઓ નિયમિત સમયે પ્લાઝમા ડોનેટ ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે કરી અનેક કોરોનાના દર્દીઓને કોરોના માંથી મુક્તિ અપાવવાનું માધ્યમ બન્યા હતા ત્યારે આજે તેમને છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરવા પહોચ્યા હતા. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરનાર વ્યક્તિ બન્યા હતા.જ્યારે તેમની આ અમૂલ્યદાન સેવાને સર.ટી.હોસ્પિટલના ડોકટરોએ બિરદાવી અને તેમને પ્રમાણપત્ર પણ એનાયત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply