Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતો પ્રખ્યાત મહાશિવરાત્રિનો મેળો નહીં યોજવાનો તંત્રએ લીધો નિર્ણય

Live TV

X
  • જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતો પ્રખ્યાત મહાશિવરાત્રિનો મેળો નહીં યોજવાનો તંત્રએ નિર્ણય લીધો છે. મહાશિવરાત્રિનો મેળો સ્થાનિક સ્તરે તેમજ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે કોરોનાનાં સંક્રમણને ટાળવા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંદર્ભે વહીવટીતંત્ર સાથે સાધુસંતોની એક બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં મેયર ધીરુભાઈ ગોહેલ, કલેકટર ડૉ. સૌરભ પારધી, એસ.પી. રવી તેજા વાસમ સેટ્ટી, કમિશ્નર તુષાર સુમેરા તેમજ ગીરનાર મંડળનાં અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોએ શ્રદ્ધાળુઓને મેળામાં ન આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ વિધી વિધાનો પ્રતીકાત્મક રીતે કરવામાં આવશે, તેમજ મહાશિવરાત્રિ દરમિયાન ઉતારા તથા અન્નક્ષેત્રો બંધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply