જ્યાં સોચ, ત્યાં શૌચાલય : જુહૂ ચોપાટી પર જાહેર શૌચાલયની અક્ષયની ભેટ
Live TV
-
સ્વચ્છતા અભિયાન માટે અગ્રેસર રહેતા અભિનેતા અક્ષયકુમારે જાહેર જનતા માટે શૌચાલય તૈયાર કરાવ્યું છે. અક્ષયકુમારના આ ઉમદા કાર્યને લોકોએ ખૂબ વખાણી રહ્યા છે.
અક્ષયકુમારે મુંબઇમાં જૂહુ ચોપાટી પર બાયોટોઇલેટ બંધાવ્યું છે. જુહૂ ચોપાટી પર જાહેર શૌચાલયની કોઇ જ વ્યવસ્થા નહોતી જેની જાણ અક્ષયકુમારને થતાં, તેમણે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. અક્ષયકુમારની આ પહેલને લોકો સોશિયલ મીડિયા પર વખાણી રહ્યા છે. ફિલ્મોમાં સોશિયલ મેસેજ આપતા અભિનનેતા અક્ષયકુમારે વ્યક્તિગત જવનમાં પણ સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટોઇલેટ એક પ્રેમકથા ફિલ્મમાં શૌચાલયની જરૂરિયાતનો મુદ્દો ઉપસ્થિત કરીને અક્ષયે લોકોને એક ગંભીર વિષય પર વિચરાતા કર્યા હતા.
આ મુદ્દો ફક્ત ફિલ્મ પૂરતો મર્યાદિત ન રાખતા અક્ષયે હકીકતમાં પણ લોકોને પ્રભાવિત કર્યા છે. તેમણે 10 લાખ રૂપિયાના ખર્ચે મુંબઈમાં જુહૂ ચોપાટી પર બાયોટોઇલેટ તૈયાર કરાવ્યું છે. પત્ની ટ્વિકલ ખન્ના મારફતે અક્ષયકુમારને ખબર પડી કે, જુહૂ ચોપાટી ક્યાંય જાહેર શૌચાલયની સુવિધા નથી, ત્યારે તેમણે ખાસ બાયોટોઇલેટ તૈયાર કરાવી સ્વચ્છતા માટે અનોખી પહેલ કરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક