ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક-પેન્શન અદાલત
Live TV
-
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380 001 ખાતે તા. 31-08-2021ને મંગળવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજીલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ને મોડામાં મોડી તારીખ 25-08-2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.
