ડાંગના આદિવાસીઓનો મુખ્ય તહેવાર તેરા પર્વની ઉલ્લાસ સાથે થઈ રહેલી ઉજવણી
Live TV
-
તહેવારો એ આપણાં જીવનને ઉત્સાહ અને ઉમંગ બક્ષે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા તેમના પારંપરિક તેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના આદિવાસીઓનો મુખ્ય તહેવાર તેરા પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ અષાઢ માસમાં આવે છે. જંગલમાં અળુ નામના કંદને લીલાપાન આવે છે. અળવીના પાનની દાંડી કાળી હોય છે.
જ્યારે અળુના પાનની દાંડી લીલી હોય છે. તેરા પર્વના દિવસે લોકો જંગલમાં જઈ તેરા (આળુના પાન) લઈને ઘરના અમુક ભાગમાં મૂકે છે. પાંદડાને બાફી તેમાં દાળ નાંખી બનાવે છે. આ દિવસે આ પાનને દેવ માનવામાં આવે છે. બપોરે ગ્રામ દેવતાની પૂજા કરી આ નવું શાક દેવને પ્રથમ નૈવેધ્ય ચઢાવે છે. જંગલમાંથી મળી આવતી નવી શાકભાજી ખાવાની શરૂઆત આ દિવસથી કરવામાં આવે છે. આની ખાસિયત એ છે કે આ શાક જમી લીધા પછી એઠાં હાથ, પગને ચોળતા હોય છે. તેઓ માને છે કે આમ કરવાથી ચામડીના રોગો થતા નથી.
ડાંગના લોકો આ તહેવારને વિશેષ મહત્વ આપે છે.