Skip to main content
Settings Settings for Dark

ડાંગની ગ્રીન-ટી પ્રચલિત, મહિલાઓ મેળવે છે રોજગારી

Live TV

X
  • ડાંગના બરડપા ગામની મહિલાઓ ઘર આંગણે જ લીલી ચાની ખેતી કરે છે અને તેને સુકવી પીલાણ કરી પેકીંગ કરે છે. જે ગ્રીન ટી ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે વેચાણ કરવામાં આવે છે.અન્ય મોટા શહેરોમાં પણ વેચાણ માટે મોકલવામાં આવે છે.જેમાંથી મળતા નફાને મહિલાઓમાં સરખે હિસ્સે વહેંચવામાં આવે છે. ગ્રીન ટી ચાલુ કર્યાને 8 થી 9 મહિના જેટલો સમય થયો છે અને અત્યાર સુધીમાં મહિલાઓને 50 થી 60 હજાર રૂપિયા જેટલી રોજગારી પણ મળી છે. ગામની મહિલાઓ જૂથ બનાવીને કામ કરે છે મહિલાઓને તો રોજગારી મળી જ રહી છે સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પણ આ કામમાં જોતરાઈ છે.કામ માંથી મળેલા પૈસા અભ્યાસમાં વાપરે છે. મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાના આંતરિયાળ બરડપાણી ગામની મહિલાઓ છે અને આ ગામની મહિલાઓ ઘરકામની સાથે-સાથે રોજગારી મેળવીને અનેક મહિલાઓને પ્રેરણા આપી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply