ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં જોવા મળતો અનોખો થાળી કલાનો વારસો
Live TV
-
થાળી વાદ્ય એ અલગ પ્રકારનું સંગીત છે. ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ કલાનો વારસો જોવા મળે છે.
થાળી વાદ્ય એ અલગ પ્રકારનું સંગીત છે. ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ કલાનો વારસો જોવા મળે છે. દરેક પ્રદેશની જીવનરીતિ તથા નિસર્ગનું દર્શન તેની સ્થાનિક કલા માં જોવા મળે છે. ડાંગમાં આ થાળી વાદ્યનો ધબકાર સંભળાય છે. લોકજીવનની સાથે વણાયેલું થાળી વાદ્ય કે જે જન્મ હોય કે મરણ લગ્ન પ્રસંગ હોય કે અન્ય ખુશી નો પ્રસંગ દરેક પ્રસંગો સાથે થાળી વાદ્ય જોડાયેલું છે. એક રીતે થાળી વાદ્ય દુઃખ અને સુખ બંને પ્રસંગોમાં વગાડાય છે. આખી રાત થાળી કથા ગવાય છે તેમાં સાવળા માનસિંગની કથા, સતી પાર્વતીની કથા,નીલકદેવની કથા, બ્રહ્મા દેવની કથા, ડુંગર દેવની કથા જેવી અનેક કથાઓ થાળી વાદ્ય પર ગવાય છે બાળકના જન્મથી લઇ માણસના મૃત્યુની સાથે આ વાદ્ય જોડાયેલું છે પરંતુ હવે આ થાળી વાદ્યના કલાકાર હવે ખૂબ જૂજ જોવા મળે છે. જૂની પેઢીએ આ કલાને જાળવી રાખી છે.
